અક્ષયકુમારે હાલમાં જ ઍમેઝૉન પ્રાઇમ સાથે તેની વેબ-સિરીઝ ‘ધ એન્ડ’ની જાહેરાત કરી હતી. બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝ હવે વેબ-શો તરફ વળી રહી છે ત્યારે ગ્લોબલ સ્ટાર પ્રિયંકા પણ એમાંથી બાકાત નથી. ઍમેઝૉન સ્ટુડિયોઝની હેડ જેનિફર સાલ્કેએ કહ્યું હતું કે ‘મને પ્રિયંકા ખૂબ જ પસંદ છે અને તેણે મારી મુલાકાત નિક જોનસ સાથે પણ કરાવી હતી.
તેમણે મને એક વિડિયો મોકલ્યો હતો અને અમે એ તરત જ ખરીદી લીધો હતો. મને એ ખૂબ જ પસંદ છે અને અમે બહુ જલદી સાથે કામ કરીશું. અમારા દિમાગમાં હાલમાં ઘણા આઇડિયા છે, પરંતુ અમે કોઈ ફાઇનલ નથી કયોર્. અમે બહુ જલદી એની જાહેરાત કરીશું.’