અમિતાભ બચ્ચનની માફક જ સ્મોલ સ્ક્રિનના શહેનશાહ કહેવાતા શો કોન બનેગા કરોડપતિની ટીઆરપી ચાર્ટમાં નંબર વન છે. શોમાં અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ કરોડપતિ નથી બની શક્યો. જો કે થોડાં દિવસો પહેલા એક વ્યક્તિ 1 કરોડના સવાલ સુધી પહોંચ્યો હતો. પણ જવાબ ખબર ન હોવાના કારણે ક્વિટ કરવું પડ્યું હતું. પણ આવનારા અઠવાડિયામાં એવું થવાનું છે જેની સૌ કોઈ રાહ જોઈને બેઠાં છે. આ વખતે બે કન્ટેસ્ટન્ટ 1 કરોડના સવાલ પર રમશે.
આ બંન્ને સ્પર્ધકો અલગ જ ફિલ્ડના છે. તેમના વિશે સોની ટીવીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં પ્રથમ સ્પર્ધક હિમાંશુએ કહ્યું હતું કે, હું 19 વર્ષનો છું. બાળપણમાં જ્યારે કાગળના પ્લેન ઉડાવતો હતો ત્યારથી મારી ઈચ્છા હતી કે હું પણ પ્લેન ઉડાવું. તેણે ગવર્મેન્ટના ફ્લાઈંગ ઈસ્ટીટ્યૂશનમાં એડમિશન લીધું. પોતાની પર્સનલ લાઈફ વિશે તેમણે કહ્યું છે કે, મારી લાઈફમાં પણ એક સ્પેશિયલ વ્યક્તિ છે. હિમાશું સામે અમિતાભ સવાલ જવાબોની છડી કરે છે અને હિમાશું બાદમાં 1 કરોડના સવાલ સુધી પહોંચી જાય છે.
બીજા સ્પર્ધકની વાત કરીએ તો તે બિહારના જહાનાબાદથી છે. તેમના નામનો ખુલાસો વીડિયોમાં નથી કરવામાં આવ્યો. તેમનો પરિવાર ખેતી સાથે સંકળાયેલો છે. તેનું સ્વપ્ન આઈએસ ઓફિસર બનવાનું છે. પોતાના પિતા સાથે ખેતીનું કામ કરતા આ સ્પર્ધક પણ 1 કરોડના સવાલ સુધી પહોંચે છે. પણ સવાલ છોડવાની જગ્યાએ તે લોક કરવા માટે કહે છે. આગળ શું થાય છે તે જોવાનું રહેશે.

