જો તમે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) ના ગ્રાહક છો તો તમારી માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. તમને જણાવી દઈએ કે 1 જુલાઇથી, એસબીઆઇએ નિયમમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ ફેરફારની સીધી અસર એસબીઆઈના કરોડો ગ્રાહકો પર પાડવાની છે. ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) તરફથી રેપો રેટમાં કરવામાં આવેલા ઘટાડાનો ફાયદો સૌથી પહેલા એસબીઆઇ આપવા જઈ રહ્યું છે. માર્ચ 2019 માં જ, એસબીઆઈએ આરબીઆઈના રેપો રેટમાં તેમની સેવિંગ્સ ડિપોઝિટ અને લોનના દરો ઉમેરવાની જાહેરાત કરી હતી. તેથી જ એસબીઆઇ ગ્રાહકોને આરબીઆઈના વ્યાજ દર (રેપો રેટ) માં 0.25% ઘટાડોનો લાભ તરત જ મળશે.
