J&K: શ્રીનગરમાં CRPF પોસ્ટ પર ગ્રેનેડથી આતંકી હુમલો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકીઓએ CRPFની પોસ્ટ પર ગ્રેનેડ હુમલો કરી દીધો છે. આ હુમલામાં બે સ્થાનિક નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલ છે. જ્યારે અન્ય કોઇ જાનમાલના નુકસાન સમાચાર નથી.

આ હુમલો શ્રીનગરના હબાબ ચોકમાં સ્થિત CRPF ચોકી પર કરવામાં આવ્યો હતો. હુમલા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને નાકાબંધી કરી આતંકીઓની શોધ શરુ કરી હતી.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જો હટાવ્યા પછી સમગ્ર રાજ્ય કેન્દ્રીય સુરક્ષા દળોના હવાલે હતું, જેમાં ગત માસ રાહત આપતા સરકારે સુરક્ષા દળોની કેટલીક ટૂકડીઓ હટાવવાનો નિર્ણય લીધો હતો. પાંચ ઓગસ્ટ પછી રાજ્ય સંપૂર્ણરીતે સેનાના હાથમાં હતું, જ્યાં હવે થોડી રાહતના સમાચાર છે, અહીં સ્થિતિ હળવી થતા સરકાર દ્વારા નજરબંધ કરાયેલા નેતાઓ પૈકી કેટલાકને મૂક્ત કર્યા હતા. તેમજ ફોન અને મોબાઇલ, ઇન્ટરનેટ જેવી સેવાઓને ચાલુ કરી હતી.

જોકે આ સમય દરમિયાન પડોસી દેશે સૌથી વધારે યુદ્ધ વિરામ ભંગ કર્યો અને ભારતના સરહદી વિસ્તારોમાં સતત ગોળીબારી અને મોર્ટાર હુમલા કર્યા હતા.