અંકલેશ્વર નેશનલ હાઈવે મુલદ ચોકડી ઉપર ટ્રકમાં લાગી આગ

ગુજરાત મુખ્ય સમાચાર

અંકલેશ્વર મુલદ ચોકડી નેશનલ હાઇવે ઉપર એક ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. અચાનક લાગેલ આગના પગલે થોડીવાર માટે હાઇવે થંભી જવા સાથે નાસભાગ મચી જવા પામી હતી . જોકે આ આગની જાણ થતાં જ અંકલેશ્વર શહેર પોલીસ ના કર્મચારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.