આજે વિશ્વ મહિલા દિવસ છે, જેથી રાજ્યમાં જ નહીં, સમગ્ર દેશમાં તેની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. મહિલાઓના વુમન્સ ડેને સેલિબ્રેશન કરવામાં અમદાવાદમાં પણ પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આજે મહિલા સશક્તિકરણના ભાગરૂપે અમદાવાદમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયોગમાં શહેરની અનેક મહિલાઓએ ભાગ લીધો હતો. આ સાયકલ રેલીમાં સેટેલાઇટથી પ્રસ્થાન થયું હતું. જેમાં 100થી વધુ મહિલા કર્મચારીઓ સેટેલાઇટથી સાયકલ રેલીમાં ભાગ લીધો હતો. અમદાવાદ પોલીસના સાયકલ રેલી પાછળનો હેતુ મહિલા શશક્તિ કરણના ભાગ રૂપે મહિલાઓ પણ કંઈક કરી શકે તે મેસેજ પહોંચાડવાનો છે. તેવી રીતે સુરતમાં પણ મહિલા દિવસની ખાસ રીતે ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં મહિલા દિવસ નિમિત્તે પ્રયાસ જોન દ્વારા શહેરમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડનું નામ ‘રન ફોર નાઇન’ નામ આપવામાં આવ્યું હતું. સુરતની આ મેરેથોનમાં શહેરની 1500 જેટલી મહિલાઓ 5 કિલોમીટરની દોડ લગાવી હતી. બીજી બાજુ રન ફોર નાઇનમાં મહિલાઓનો સાહસ વધારવા પુરુષો પણ જોડાયા હતા.
