ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે. નાગપુરના ધાપેવાડામાં થયેલી જિલ્લા પરિષદની ચૂંટણીમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. અહીંથી કોંગ્રેસના ઉમેદવારને જિત મળી છે. 31 સીટો જીતીને કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની છે.
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના ગામ ધપેવાડા નાગપુરમાં જ આવે છે. આ વિસ્તારમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના કારણે ભાજપની મજબૂત પકડ છે. જિલ્લા પરિષદની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મહેંદ્ર ડોંગરેને જીત મળી છે. ધાપેવાડા સીટથી મહેંદ્ર ડોંગરેને સારા મતો સાથે જીત મળી છે.
મહેંદ્ર ડોંગરેને 9,444 મતો મળ્યા, જ્યારે ભાજપ ઉમેદવાર મોમકુવરને માત્ર 5,501 મતો મળ્યા. જિલ્લા પરિષદની ધાપેવાડા સીટ ત્રણ ટર્મથી ભાજપના કબ્જામાં હતી પરંતુ કોંગ્રેસે આ વખતે માત આપી છે. નાગપુર જિલ્લા પરિષદમાં કુલ 58 સીટો છે. આ ચૂંટણી માટે મંગળવારે મતદાન થયું હતું અને બુધવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે.

