ઈરાકમાં અલ-બલાદ એરબેઝ પર 4 રોકેટ છોડવામાં આવ્યા, અમેરિકાના સૈન્ય અડ્ડાઓ પર 6 દિવસમાં બીજો હુમલો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઉત્તર બગદાદમાં રવિવારે 4 રોકેટથી હુમલો કરવામાં આવ્યો. અહીં અમેરિકાની સેનાનો અડ્ડો છે. સૈન્ય સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યા અનુસાર આ હુમલામાં ઇરાક એરફોર્સના 4 સૈનિકો ઘાયલ થયા છે. એ એરબેઝ પર અમેરિકાની આર્મીનો અડ્ડો છે, પરંતુ તેઓ ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે પહેલાથી આ એરબેઝ છોડીને જતા રહ્યા હતા.