ચપ્પલ ઘસી નાખવા હોય તો ભાજપમાં જાવ, ભાજપમાં મિનિસ્ટર થવું હોય તો કોંગ્રેસી બનો

મુખ્ય સમાચાર રાજકીય

કોંગ્રેસના બે ધારાસભ્યોને ગુજરાતની ભાજપ સરકારમા મંત્રી પદ મળતાં મૂળ ભાજપી આગેવાનો ખફા થયા છે. બીજી તરફ આ ઘટનાક્રમ બાદ સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થયા હતા, જેમાં કહેવાયું હતું કે, ‘ગુજરાત સરકારમાં મંત્રી બનવું હોય તો ભાજપમાંથી નહિ પણ કોંગ્રેસમાંથી જીતવું પડે, બાકી તો મંજીરા જ વગાડવાના.. ‘ એ જ રીતે અન્ય રસપ્રદ મેસેજ વાયરલ થયા હતા, જે અહીં રજૂ કરાયા છે.

‘ તું કોંગ્રેસ વિરોધી હોવાનો દાવો ના કર એ ભક્ત, તને વેચાયેલા કોંગ્રેસી માટે ખુરશી સાફ કરતાં જોયા છે’

‘ કોંગ્રેસવાળા ભાજપમાં મેવા ખાય, ભાજપ વાળા ભાજપમાં જ જૂતાં ખાય. ભાજપ હૈ તો મુમકીન હૈ’

‘ ગુલાંટ મારો, મંત્રી પદ મેળવો, ગુજરાતમાં ભાજપ સરકારની નવી યોજના ટૂંક સમય માટે જ ‘

‘ તમે ગમે તેટલા મત આપી ભાજપનો ધારાસભ્ય બનાવશો, તો પણ મંત્રી તો કોંગ્રેસના જ ધારાસભ્ય. તમારા ધારાસભ્યની કોઈ વેલ્યુ નથી એ ભાજપમાં નક્કી છે.’

‘ માલામાલ ઓફર. રૃપિયા કમાવાની ઉજ્જવળ તક. રાજકારણ દ્વારા. કોંગ્રેસમાં ધારાસભ્ય બનો અને ભાજપમાં જોડાઈને કેબિનેટ અને રૃપિયા કમાવ.’

‘ભાજપના કાર્યકરોએ કોઈ કોંગ્રેસી સામે મળે તો અત્યારથી જ સાહેબ, સાહેબ કહેવાની ટેવ પાડી દેવી જોઈએ. ગમે ત્યારે સાહેબના રૃપમાં આવી શકે છે.’

‘ કોંગ્રેના ધારાસભ્યો રાજીનામા આપી સીધા કેબિનેટ મંત્રી બની રહ્યા છે, ભાજપના ધારાસભ્યો શું રોટલી બનાવવા કે ગાજર છોલવા ચૂંટાયા છે?’

‘ ચપ્પલ ઘસી નાખવા હોય તો ભાજપના કાર્યકર બનો અને ભાજપમાં મિનિસ્ટર થવું હોય તો કોંગ્રેસના કાર્યકર બનો. નવા મિનિસ્ટરની જૂની ડાયરીમાંથી…’

નવા મંત્રીઓનું સ્વાગત કરવાનું હોવાથી ભાજપના કાર્યકરોએ ખુરશી ટેબલ સાફ કરવા, સન્માનિત નેતાને આપેલી ગાળો ડિલિટ કરવી, બુટ ચપ્પલ બહાર કાઢવા અને સફાઈ કામ થઈ ગયા બાદ બહાર ભાજપનો ઝંડો લઈ ઊભા રહેવું.’