આઇપીએસ ઓફિસરોના ટ્રાન્સફર પર પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફથી વાંધો ઉઠાવવા પર ચૂંટણી કમિશને તેમને જવાબ આપ્યો છે. ચૂંટણી કમિશને જવાબી પત્રમાં કહ્યું કે, નિષ્પક્ષ મતદાન માટે આ કરવામાં આવે છે. ચૂંટણી કમિશને મમતાને આ પત્ર ત્યારે લખ્યો જ્યારે મમતાએ કમિશન પર ભાજપના ઇશારે નિર્ણય લેવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ચૂંટણી કમિશને લખ્યું કે, તેઓ સ્વતંત્ર અને નિષ્પક્ષ મતદાન માટે હમેશાં આવા નિર્ણય લેતા રહ્યા છે અને આ સંબંધમાં તેમણે તેમની વિશ્વસનીયતા સાબિત કરવાની જરૂરીયાત નથી.
