‘Bajaj ચેતક ઈલેક્ટ્રિક’ નવા અવતારમાં રજૂ, ઈકો મોડ પર 95 કિમી સુધી રેન્જ આપશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

‘બજાજ ઓટો’એ પોતાના લેજન્ડરી સ્કૂટર ‘બજાજ ચેતક’ને એક નવા અવતારમાં રજૂ કર્યું છે. નવું ચેતક કંપનીનું પહેલું ઈલેક્ટ્રિક સ્કૂટર છે. બુધવારે આયોજિત ‘હમારા બજાજ’ ઈવેન્ટમાં પોતાની ‘Urbanite’ બ્રાન્ડ અંતર્ગત ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટર રજૂ કરવામાં આવ્યું છે. ઈન્ડિયન માર્કેટમાં ઈલેક્ટ્રિક સ્કૂટર ચેતકની ટક્કર Ather 450 અને Okinawa Praise સાથે થશે.

ઈકો મોડમાં 95 કિલોમીટર સુધી રેન્જ

બજાજનું ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટર ઈકો મોડમાં 95 કિલોમીટરની રેન્જ ઓફર કરશે. તો બીજી તરફ સ્પોર્ટ મોડમાં આ સ્કૂટર 85 કિલોમીટરની રેન્જ આપશે. યાને કે સિંગલ ફુલ ચાર્જમાં આ સ્કૂટર આટલા કિલોમીટર સુધી દોડશે. ઈલેક્ટ્રિક સ્કૂટરમાં કેટલાંક પ્રીમિયમ ફીચર્સ આપવામાં આવ્યાં છે. બજાજ ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટરમાં ફુલ્લી ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર હશે. સાથે સ્કૂટરમાં પ્રીમિયમ મોટરસાયકલની જેમ આગળ અને પાછળનાં વ્હીલ સાથે ફોર્ક પણ આપવામાં આવ્યાં છે. સ્કૂટરમાં કી-લેસ ઈગ્નિશન છે અને તે એપ દ્વારા ફુલ્લી ક્નેક્ટેડ હશે. સ્કૂટરના ફ્રન્ટમાં હેડલેમ્પ્સને એક ઓવલ LED સ્ટ્રિપ આપવામાં આવી છે. સ્કૂટક 6 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે. સ્કૂટરમાં એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) જેવાં ફીચર્સ સામેલ છે. તે ઉપરાંત તેમાં મલ્ટિ સ્પોક અલોય વ્હીલ પણ આપવામાં આવ્યાં છે.

ચેતક ઈલેક્ટ્રિકમાં હશે ફિક્સ્ડ ટાઈપ બેટરી

બજાજના ઈલેક્ટ્રિક સ્કૂટરનું પ્રોડક્શન કંપની મહારાષ્ટ્રના ચાકનમાં આવેલા પોતાના પ્લાન્ટમાં કરવા જઈ રહી છે. બજાજ ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટર જાન્યુઆરી 2020માં લોન્ચ થશે અને કંપની ત્યારે તેની કિંમતની જાહેરાત કરશે. ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટરમાં ફિક્સ્ડ ટાઈપ બેટરી હશે જે પોર્ટેબલ નથી. કંપનીએ સ્કૂટર માટે કોઈ સ્વેપિંગ સ્ટેશનની યોજના નથી. બજાજના ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટરમાં Li-Ion બેટરી હશે, જેનું સ્ટાન્ડર્ડ 5-15amp આઉટલેટથી ચાર્જ કરી શકાશે. બાયર્સ હોમ ચાર્જિંગ સ્ટેશનનો ઓપ્શન પણ પસંદ કરી શકે છે. અત્યારના તબક્કે કંપનીએ આ સ્કૂટરની કિંમત વિશે કોઈ ફોડ પાડ્યો નથી.