દેશના સૌથી શ્રીમંત અને વિશ્વના છઠ્ઠા ક્રમના અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશના શનિવારે લગ્ન થયા હતા. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રની અનેક હસ્તીઓ પહોંચી હતી. મુકેશ અંબાણીના નિવાસ સ્થાન એન્ટિનિયાને ફૂલો અને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યું હતું. લગ્ન જિયો વર્લ્ડ સેન્ટર ખાતે યોજાયા હતા. આકાશની જાન એન્ટિલિયા ખાતેથી બપોરે નીકળી હતી. તે સમયે મુકેશ અંબાણી અને તેમનાં પત્ની નીતા અંબાણી પણ અન્ય લોકો સાથે વરઘોડામાં મન મૂકીને ઝૂમ્યા હતા. ગુરુવારે મેંદીનો પ્રસંગ ઉજવાયો હતો. જુલાઈ 2018માં આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈ થઈ હતી. શ્લોકાના પિતા અરુણ મહેતાનો ડાયમંડ બિઝનેસ છે. બધી વિધિ શરૂ થતાં અગાઉ આકાશે તેના દાદા ધીરુભાઈ અંબાણી અને નાનાને શ્રદ્ધાંજલિ આપી હતી.

