રામનવમી પર કરો આરાધના આ સુપ્રસિદ્ધ ભજનથી

ધર્મદર્શન મુખ્ય સમાચાર

રામનવમી પર તો અનેક ભજનો ગવાય છે પણ આ ભજન એવું છે જે રામનવમી સિવાય પણ ગવાતું હોય છે અને દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીનું પણ પ્રિય ભજન છે.

એ જ ભજન : રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ- આ ભજનનું રિમેક પણ કરવામાં આવ્યું છે.

હિંદુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે અસત્ય પર સત્યનો હંમેશા વિજય થતો હોય છે જ્યારે સમાજમાં અપ્રમાણિકતા, હિંસા, દુરાચારનો પ્રભાવ વધી જાય ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુ અવતાર લે છે અને તે દૈત્ય શક્તિનો સંહાર કરે છે.

તે જ શાસ્ત્રો પ્રમાણે ભગવાન રામનો જન્મ દસ માથાવાળા દશાનનનો વિનાશ કરવો થયો હતો તેવું કહેવામાં આવે છે. ભગવાન રામનો જન્મ ચૈત્ર સુદ નવમીના દિવસે બપોરના બાર વાગ્યે થવાની માન્યતા છે તેથી આ દિવસને રામનવમી તરીકે ઉજવવામાં આવે છે.

એવું પણ કહેવામાં આવે છે કે ઇશ્વર ઇચ્છા વિના એક પાંદડું પણ હલી શકતું નથી, અને આ જ માન્યતા ભજન સ્વરૂપે કંડારવામાં આવી છે. દુનિયા ચલેના શ્રી રામ કે બિના, રામજી ચલે ના હનુમાન કે બિના….