RSS માનહાની કેસમાં રાહુલ ગાંધીને જામીન મળ્યા, કહ્યું- ‘હું ગુનેગાર નથી’

મુખ્ય સમાચાર રાજકીય

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આરએસએસ સંબંધીત માનહાનીના એક કેસમાં ગુરૂવારે મુંબઈની એક કોર્ટમાં રજૂ થયા હતા. મુંબઈની શિવડી કોર્ટે 15 હજારનો દંડ ઉઘરાવીને રાહુલ ગાંધીને જામીન પર છોડી દીધા છે. સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે ‘હું ગુનેગાર નથી’. આ સમગ્ર મામલો સમાજીક કાર્યકર્તા અને પત્રકાર ગૌરી લંકેશની હત્યાને ભાજપ અને આરએસએસના વિચારો સાથે જોડવાના નિવેદન મામલે સંકળાયેલો હતો.

કોર્ટમાં સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી તરફથી પૂર્વ સાંસદ એકનાથ ગાયકવાડે જામીન માટેના બોન્ડ પર હસ્તાક્ષર કર્યા હતા. આ અગાઉ રાહુલ ગાંધીના મુંબઈ પહોંચતા જ તેમના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. કાર્યકર્તાઓએ તેમને કહ્યું કે અમે બધા તમારી સાથે છીએ. શિવડી કોર્ટ બહાર પણ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ જમા થઈ ગયા હતા.