જાસૂસીના આરોપમાં પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં આ મહિનાના અંત સુધીમાં નિર્ણય સંભળાવી શકે છે. ન્યૂઝ એજન્સીએ સુત્રોના હવાલેથી જાણકારી આપી છે કે આ મહિનાના અંત સુધીમાં જાધવના મામલામાં નિર્ણય આવી શકે છે.
જો કે, વિદેશ મંત્રાલયે આ વિશે સ્પષ્ટ જાણકારી આપવાની મનાઇ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, કુલભુષણના મામલે મૌખિક પ્રસ્તુતીકરણ પુર્ણ થઇ ચૂક્યું છે. નિર્ણયની જાહેરાત આંતરરાષ્ટ્રીય કોર્ટ કરશે અને નિર્ણયની અંતિમ તારીખ પણ તે નિર્ધારિત કરશે.

