આ કારણે ઘટે છે કામેચ્છા, આ થેરાપી છે ઉપાય

આરોગ્ય

લિબિડો કામેચ્છા વધારનાર હાર્મોન છે અને એની ઉણપ હોય તેવા લોકોની કામેચ્છા ઘટી જાય છે. જો તમારામાં પણ અચાનક કામેચ્છઆ ઘટી જાય તો કેટલીક અલ્ટરનેટિવ થેરપીનો ઉપયોગ કરો. આમાં એક્યુપ્રેશર પોઈન્ટનો ઉપયોગ સૌથી લાભદાયી હોય છે. લિબિડો વધારવા માટે ખાસ એક્યુપ્રેશનર પોઈન્ટને દબાવવાથી લાભ થાય છે.

ચાઈનીઝ થેરપી એક્યુપ્રેશર પોઈન્ટ ઘણી બીમારાઓમાં સારવાર તરીકે ઉપયોગમાં લેવાય છે. તેથી જ જો તમને પોતાની તકલીફ કોઈની સાથે શેર કરવામાં સંકોચ થતો હોય તો પહેલા આ એક્યુપ્રેશર પોઈન્ટથી પોતાની સારવાર કરો. 40 ટકા સ્ત્રીઓ એવી હોય છે જેમને પિરિયડ્સ પત્યા પછી કામેચ્છા ઓછી થઈ જાય છે. આવું વજાઈના સુકાઈ જવાને લીધે થાય છે અને એમ થવાનું કારણ લિબિડો હાર્મોનની ઉણપ હોય છે. અહીં જણાવેલા પોઈન્ટ પર પ્રેશર આપવાથી લિબિડો હાર્મોનને શરીરમાં રીલિઝ કરવામાં મદદ મળશે.

શરીરમાં લિબિડો હાર્મોન વધારવા માટે પેટની નાભીપર આંગળીઓના ટેરવાથી ચાર-પાંચ મિનિટ સુધી પ્રેશર આપતાં રહો. એ જ રીતે પ્રેશર આપતાં રહીને નાભીથી બે આંગળીઓ નીચે જાઓ અને ત્યાં પ્રેશર આપો. આવું સવાર-સાંજ બે વખત 10-10 મિનિટ કરો. તેનાથી લિબિડો હાર્મોન રીલિઝ થશે અને તમારામાં કામેચ્છા જાગૃત થશે.