પાકિસ્તાની, બાંગ્લાદેશી અને અફઘાની પ્રવાસીઓને દેશ બહાર ફેંકી દેવા જોઇએ: રાજ ઠાકરે

મુખ્ય સમાચાર રાજકીય

દેશભરમાં નાગરિકતા કાયદાના વિરોધ વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ કેન્દ્ર સરકાર નીતિ વિરુદ્ધ નિવેદન કર્યું છે. શનિવારે રાજ ઠાકરેએ જણાવ્યું કે ગેરકાયદેસર રીતે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવીને ભારતમાં વસેલા પ્રવાસીઓને ઉઠાવી બહાર દેશ બહાર ફેંકી દેવા જોઇએ, કારણ કે તેઓ દેશ પર બિનજરુરી બોજા સમાન છે. 

મીડિયા સાથે વાતચીતમાં રાજ ઠાકરેએ આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ પ્રવાસીઓ અહીં આવીને દેશભરમાં ફેલાઇ જાય છે. રાજ્યોને તેમનો બોજો ઉઠાવવો પડે છે. તેઓ સ્થાનિક યુવાનોની નોકરીઓ છીનવી લે છે. આવા પ્રવાસીઓ જ્યાં પણ રહેતા હોય તેઓને દેશ બહાર ફેંકી દેવા જોઇએ.  

ઉલ્લેખનીય છે એક તરફ કેન્દ્ર સરકાર નાગરિકતા કાયદો લાવીને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા અલ્પસંખ્યક હિન્દુઓ, ઇસાઇઓ, બૌદ્ધ, જૈન લોકોને નાગરિકતા પ્રદાન કરવાની તૈયારી કરી રહી છે જેનો સમગ્ર દેશમાં ભારે વિરોધ ઉઠાવવામાં આવી રહ્યો છે, એવામાં રાજ ઠાકરેનું નિવેદન પણ કેન્દ્ર સરકારના નાગરિકતા સુધારણા કાયદાની વિરોધમાં આવ્યું છે. 

રાજ ઠાકરેએ કાયદા પર ટિપ્પણી કરતાં કહ્યું કે આ રમત રમવા માટે હું ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન પાઠવું છું. એક જ દાવમાં દેશમાં ઉભરેલા આર્થિક સંકટની સમસ્યાથી લોકોનું ધ્યાન ભટકાવી દીધું. તેમણે સરકારને સલાહ આપી હતી કે, સરકારે પહેલા આ બાબતની સ્પષ્ટતા કરવી જોઇએ કે દેશમાં રહેતા મુસ્લિમ કોણ છે અને પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા પ્રવાસી કોણ છે. આ માહિતી મેળવી તેમને દેશ બહાર કરી દેવા જોઇએ.

તેમણે સરકાર પર આરોપ લગાવ્યા હતા કે, તે પોતાના લોકો પર ધ્યાન નથી આપી રહી અને શરણાર્થીઓને નાગરિકતા આપવાની તૈયારી કરી રહી છે.