ગામડાંના ૫૦૦ રૂટ્સ બંધ કરી દેવાયાઃ કોંગ્રેસનો આક્ષેપ

ગુજરાત મુખ્ય સમાચાર

મહાનગરપાલિકાનો વ્હિકલ ટેક્ષ કે અન્ય જે કોઈ ટેક્ષ ભરવાનો હોઈ તે ભરવાની જવાબદારી ખાનગી બસના માલિકની છે. તેમ છતાં, ખાનગી બસોને અમદાવાદ વ્હિકલ ટેક્ષ ભરવો ન પડે તેથી તે બસોને નડિયાદ અને ગાંધીનગર ખાતે આર.ટી.ઓ.માં પાસીંગ કરવાની ખુદ એસ.ટી.નિગમે મંજૂરી આપીને ખાનગી બસ માલિકો સાથે ગોઠવણ કરવામાં આવી રહી છે. જે ખાનગી બસના માલિકોએ એસ.ટી.નિગમને બસો ભાડે આપે છે તે જ બસોના માલિકોએ અમદાવાદની એ.એમ.ટી.એસ. અને બી.આર.ટી.એસ.માં બસો ભાડે આપેલી છે ગુજરાત સરકારની ગ્રામ્ય વિરોધી નીતિના કારણે ૫૦૦૦ જેટલા એસ.ટી.ના રૂટો બંધ કરીને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોની જાહેર પરિવહન વ્યવસ્થા છીનવી લેવામાં આવી રહી છે. તેમ પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મોટા ભાગનાં ખાનગી બસોનાં માલિકો ભાજપની ધનસંગ્રહ યોજનાના ભાગીદાર છે.