નર્મદા ડેમ પાસે તળાવ નંબર ૩માંથી સી પ્લેન ઉતારવાનું આયોજન કરાયું છે. કેવડિયા કોલોની ખાતે સી પ્લેનના પ્રોજેક્ટનો પ્રારંભ શરૂ કરી દેવામાં આવ્યો હતો. પણ આ તળાવમાં ૩૦૦ કરતાં વધુ મગરો હોવાથી પ્રવાસીઓ માટે જોખમી હોઇ તેમનું સ્થળાંતર કરવાની કામગીરી વનવિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ગયા સપ્તાહે ચાર મગરોને રેસ્ક્યુ કરીને સરદાર સરોવરમાં છોડી મૂકવામાં આવ્યા હતા. જોકે તળાવમાં ૩૦૦ જેટલા હાલમાં મગરો હોવાનો અંદાજ હોઇ આટલા મગરોનું સ્થળાંતર કરાવવાનું કામ પણ કપરૂં તો છે. તેમ છતાં વનવિભાગ દ્વારા ધીમું પણ આયોજનબદ્ધ કામગીરી કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વનવિભાગ દ્વારા પાંજરામાં પુરાયેલા મગરને પછી સરદાર સરોવર લઇ જઇ ત્યાં છોડી મૂકવામાં આવે છે. એકથી દોઢ મહિનામાં મગરોને પકડીને સરદાર સરોવરમાં છોડી મુકવાનો અંદાજ છે. suggestive pic

