આખરે શિવસેના ઘૂંટણિયે – ફડણવીસને મળવા દોડાવ્યા વરિષ્ઠ નેતાઓ, મળશે ગૂડ ન્યૂઝ

મુખ્ય સમાચાર રાજકીય

મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને તસવીર અત્યાર સુધી સ્પષ્ટ નથી થઈ. બુધવારનાં શિવસેનાનાં વરિષ્ઠ નેતાઓએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી. આ દરમિયાન મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીનાં નેતા સુધીર મુનગંટીવારે કહ્યું છે કે જલદી સારા સમાચાર આવવાની આશા છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પરિણામ આવ્યા બાદ બંને પાર્ટીઓની વચ્ચે સીએમ પદને લઇને પેદા થયેલા ટકરાવ બાદ મોટા નેતાઓની આ પહેલી મુલાકાત છે.

ફડણવીસની આગેવાનીમાં બોલાવવામાં આવી મીટિંગ

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં બોલાવવામાં આવેલી આ મીટિંગમાં શિવસેનાનાં ધારાસભ્ય દળનાં નેતા એકનાથ શિંદે અને વરિષ્ઠ નેતા રામદાસ કદમ સહિત શિવસેનાનાં કુલ 6 મંત્રી હાજર રહ્યા. બેઠક બાદ રામદાસ કદમે કહ્યું કે, ‘આ બેઠક ખેડૂતોનાં મુદ્દાને લઇને હતી. કાલે એ મુદ્દો ના થવો જોઇએ કે શિવસેના ખેડૂતોની સમસ્યાને લઇને ના આવી, આ કારણે અમે બેઠકમાં ભાગ લીધો. અમે માંગણી કરી છે કે ખેડૂતોને પ્રતિ એકર 25,000 રૂપિયાની રાશી તાત્કાલિક પ્રભાવથી આપવામાં આવે.’

શરદ પવારે સરકાર ગઠનની સંભાવનાઓને નકારી દીધી

બીજી તરફ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં અધ્યક્ષ શરદ પવારે એકવાર ફરીથી સરકાર ગઠનની સંભાવનાઓને નકારી દીધી છે. શરદ પવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘અમને સરકાર બનાવવાનો પ્રસ્તાવ નથી મળ્યો. હું મુખ્યમંત્રી બનવા નથી જઇ રહ્યો. શિવસેના સાથે મળીને સરકાર બનાવવાની વાત કઇ રીતે આવે છે? બીજેપી અને શિવસેનાનું 25 વર્ષથી ગઠબંધન છે અને તેમણે જ સરકાર બનાવવી જોઇએ. મહારાષ્ટ્રની જનતાએ અમને જે આદેશ આપ્યો છે તેના આધારે કૉંગ્રેસ, એનસીપી વિરોધ પક્ષમાં બેસશે. સરકાર બનાવવા પર જે પણ ગતિવિધિ છે તેને દૂર કરવી જોઇએ અને સેના અને બીજેપીએ સરકાર બનાવવી જોઇએ.’

ઉલ્લેખનીય છે કે શરદ પવારની આ પ્રેસ કોન્ફરન્સથી ઠીક પહેલા શિવસેનાનાં વરિષ્ઠ નેતા સંજય રાઉત સાથે મુલાકાત હતી. આ મુલાકાત બાદ જ શિવસેના અને બીજેપીનાં નેતાઓની વચ્ચે બેઠક થઈ. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે બેઠક છતા કોઈ નિરાકરણ ના નીકાળવામાં આવ્યું, કેમકે બંને પાર્ટીઓ મુખ્યમંત્રી પદને લઇને કરાર કરવા માટે રાજી નથી.