ભાવ / 80 રૂપિયા કિલોએ પહોંચ્યો ડુંગળીનો ભાવ, કેન્દ્રીય મંત્રીએ કહ્યું, આયાત કરી કિંમત નિયંત્રિત કરાશે

મુખ્ય સમાચાર રાજકીય

ડુંગળીની આસમાને પહોંચેલી કિંમતોથી ગૃહેણીઓના રસોઇનું બજેટ બગડ્યું છે. બીજી તરફ સરકારનું કહેવું છે કે ડિમાન્ડ અને સપ્લાયમાં સંતુલન ન હોવાને કારણે કિંમત વધી. કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા મામલાના મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે, આ મહીનાના અંત સુધી ડુંગળીની કિમંતો નિયંત્રિત થઇ જશે.

  • ડુંગળીની આસમાને પહોંચેલી કિંમતોથી ગૃહેણીઓના રસોઇનું બજેટ બગડ્યું
  • સરકારે કહ્યું, ડિમાન્ડ અને સપ્લાયમાં સંતુલન ન હોવાને કારણે કિંમત વધી
  • દિલ્હી-એનસીઆરમાં ડુંગળીનો 80થી 100 રૂપિયા પ્રતિ કિલો

તેમણે ડુંગળીની કિંમતમાં વધારા માટે અતિવૃષ્ટિ અને કેટલાક રાજ્યોમાં પૂરની ઘટનાને જવાબદાર ગણાવી. પાસવાને કહ્યું કે, તુર્કી, અફઘાનિસ્તાનથી ડુંગળી આયાત માટે પણ વિદેશ મંત્રાલય સાથે વાતચીત કરાઇ રહી છે. નોંધનીય છે કે, હાલ દિલ્હી-એનસીઆરમાં ડુંગળીનો 80થી 100 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યા છે.

કેન્દ્રીય મંત્રીએ સરકાર તરફથી યોગ્ય પ્રયાસનો દાવો કર્યો છે. પાસવાને કહ્યું કે, ડુંગળીની કિંમતો વધવું કારણ છે માંગ અને સપ્લાયની વચ્ચે સંતુલન બનાવી શકાયું નથી. અતિવૃષ્ટિ અને પૂરને કારણે ઘણા રાજ્યોમાં પાક નિષ્ફળ ગયા છે. તેના માટે યોગ્ય પગલા પહેલા જ ઉઠાવાયા છે. અમે ડુંગળીની નિકાસને પૂર્ણ રીતે બંધ કરી છે. તેની સાથે જ 57,000 ટન ડુંગળીનો બફર સ્ટોક તૈયાર કર્યો. હાલ તેમાંથી 1500 ટન રહ્યો છે. પરંતુ તેની કેટલીક મર્યાદાઓ હોય છે. કેટલાક મહીનામાં જ ડુંગળી ખરાબ થવા લાગે છે.

વિદેશથી આયાત કરાશે ડુંગળી

પાસવાને કહ્યું કે અમે વિદેશ મંત્રાલય સાથે વાત કરી રહ્યા છીએ, કે અફઘાનિસ્તાનસ તુર્કી, મિસ્ર અને કેટલાક બીજા દેશોથી ડુંગળીની આયાત કરવામાં આવે. જોકે, તેમા આપણે જોવુ પડશે કે અન્ય દેશોમાંથી આવતી ડુંગળીની કિંમતોમાં કેટલો તફાવત છે. આશા દર્શાવીએ છીએ કે, આ મહીનાના અંતમાં ડુંગળીની કિંમત નીચે આવી જશે.