રાજ્યમાં કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિ અંગે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ આપેલી માહિતી મુજબ અમદાવાદમાં કોરોના સંક્રમણના વધુ ત્રણ નવા કેસ સામે આવ્યા છે જ્યારે એક 45 વર્ષના પુરૂષનું મૃત્યુ થયું છે. રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોનો આંકડો 58 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં 21, વડોદરામાં 9, ગાંધીનગરમાં 9, રાજકોટમાં 8, સુરતમાં 7, ભાવનગર, કચ્છ, મહેસાણા અને ગીર સોમનાથમાં એક-એક કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં ભાવનગર, સુરતમાં એક-એક જ્યારે અમદાવાદમાં ત્રણ લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક પાંચ થયો છે.
અમદાવાદમાં કુલ ત્રણ નવા કેસ થયા
જયંતિ રવિએ આપેલી માહિતી મુજબ અમદાવાદમાં ત્રણ નવા કેસ થયા છે તેમાં 47 વર્ષના પુરૂષ તેમજ 67 વર્ષના સ્ત્રીને લોકલ ટ્રાન્સમિશન દ્વારા ચેપ લાગ્યો હોવાની વિગતો જણાઈ છે જ્યારે 34 વર્ષના પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જે તાજેતરમાં મુંબઈથી પરત ફર્યો હતો. આ સાથે જ રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 21 કેસો નોંધાયા છે જે ચિંતાજનક છે. અમદાવાદમાં સિવિલમાં સારવાર લઈ રહેલા 45 વર્ષના પુરૂષનું મોત થતા જિલ્લામાં કુલ મૃત્યુઆંક ત્રણ થયો છે. ગઈકાલે એસવીપી હોસ્પિટલમાં 45 વર્ષની મહિલા જે હાયપર ટેન્શન અને ડાયાબીટીસની દર્દી હતી તેનું મોત થયું હતું. રવિવારે સવારે સિવિલમાં મરણ થયું છે તે પુરૂષ પણ કોમોર્બિડ હતો એટલે કે તેને ડાયાબીટીસ હોવાનું જણાયું હતું.
આસ્ટોડિયાની મહિલાનું બે દિવસની સારવાર બાદ ગઈકાલે એસવીપી હોસ્પિટલમાં મોત થયું હતું તેની દફનવિધિ બહેરામપુરાના છીપા કબ્રસ્તાનમાં કરવામાં આવી હતી. 10 ફૂટ ઊંડો ખાડો કરીને દફનવિધિ કરાઈ હતી. દફનવિધિ વખતે મહિલાના પરિવારજનોને પણ નજીક જવાની મંજૂરી આપવામાં આવી નહતી.
ગુજરાત રાજ્યમાં હાલકુલ 19,611 જટેલા વ્યકતઓ 14 દવસના કોરોન્ટાઇન ઓબ્ઝર્વેશન હેઠળ છે. જેપૈકી 696 વ્યકતઓ સરકારી ફેલિલીટીમાં અને 18784 વ્યક્તિઓ હોમ કોરોન્ટાઇન તથ 181 વ્યક્તિઓ પ્રાઈવેટવેટ ફેસિલીટીમાં કોરોન્ટાઇન ઓબ્ઝર્વેશન હેઠળ છે. તેમજ રાજ્યમાં કેટલાક મુસાફરોએ કોરોન્ટાઇન માટે અનિચ્છા દશાર્વતા તેમની સામે કાયદેસરની કાયર્વ કરી 236 વ્યક્તિઓ સામે એફ.આ ઇ.આર. નોંધવામાં આવી છે.
રાજયમાં તમામ વ્યક્તિઓનો સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે જમેાં આરોગ્ય વિભાગ ઉપરાંત અન્ય વિભાગમાં પણ સહયોગ લેવામાં આવી રહયો છે. આ સમગ્ર માહિતી Techoએપ દ્વારા IDSP ઉપર મેળવવામાં આવી રહી છે. જેના દ્વારા અન્ય કોઇ વ્યક્તિ શંકાસ્પદ જણાય તો તેમને અને તેઓના સંપકર્માં આ વ્યક્તિઓને નિરીક્ષણ હેઠળ લેવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૫,૦૧,૩૫,૧૫૨ વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો છે જે પૈકી ૭૧૧૩૨ વ્યક્તિઓમાં પ્રવાસની વિગતો સામે આવી છે. જેપૈકી ૫૮૩૫૦ વ્યક્તિઓએ ઇન્ટરસ્ટેટ અને ૧૨૭૮૨ વ્યક્તિઓએ વિદેશ પ્રવવાસ કરેલ છે. વિદેશ પ્રવાસ કરેલ ૧૮૧ વ્યક્તિઓને રોગના ચિહ્નો જણાતા તેઓની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.