માઇક્રોસોફ્ટે એમેઝોનને પછાડી પેન્ટાગોનનો ૧૦ અબજ ડોલરનો કલાઉડ કોન્ટ્રાક્ટ મેળવ્યો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

એમેઝોનના સૃથાપક અને સીઇઓ જેફ બેઝોસ તથા તેમની કલાઉડ કંપની એમેઝોન વેબ સર્વિસીસ(એડબ્લ્યુએસ)ને આંચકો આપતા અમેરિકન સરકારે પેન્ટાગોનના ૧૦ અબજ ડોલરનો કલાઉડ કોન્ટ્રાક્ટ માઇક્રોસોફ્ટને આપી દીધો છે.

અમેરિકાના સંરક્ષણ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે જોઇન્ટ એન્ટરપ્રાઇઝ ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર(જેઇડીઆઇ) ઓળખાતો આ કલાઉન્ડ કોન્ટ્રાક્ટ સંરક્ષણ વિભાગને મદદ કરવા માટે એન્ટરપ્રાઇઝ લેવલ, કોમર્શિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર એઝ અ સર્વિસ(આઇએએએસ) તથા પ્લેટફોર્મ એસ એ સર્વિસ(પીએએએસ) પૂરુ પાડશે.

અમેરિકાના સંરક્ષણ વિભાગે એક નિવેદન જારી કરી જણાવ્યું છે કે માઇક્રોસોફ્ટને આગામી દસ વર્ષ માટે કલાઉડ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની અંતિમ તારીખ ૨૪ ઓક્ટોબર, ૨૦૨૯ રહેશે.

આ કોન્ટ્રાક્ટ મેળવવા માટે છેલ્લે માઇક્રોસોફ્ટ અને એમેઝોન એમ બે જ કંપનીઓ દોડમાં બાકી રહી હતી. ઓરેકલ અગાઉ જ સ્પાર્ધામાંથી બહાર ફેંકાઇ ગઇ હતી. જેઇડીઆઇ કલાઉડ કોમ્પ્યુટિંગ કોન્ટ્રાક્ટનો ઉદ્દેશ સમગ્ર સેનાને એક જ કલાઉડ પ્રોવાઇડરના એન્વેલપમાં આવરી લેવામાં આવશે.

છેલ્લા બે વર્ષમાં અમેરિકાના સંરક્ષણ વિભાગે કુલ ૧૧ અબજ ડોલરના ૧૦ કલાઉડ કોન્ટ્રાક્ટ આપ્યા છે. પેન્ટાગોને વધુમાં જણાવ્યું છે કે ભવિષ્યમાં પણ વધુ કલાઉડ કોન્ટ્રાફટ આપવામાં આવશે.

ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના ચીફ ઇન્ફરમેશન ઓફિસર ડેના ડેસીએ જણાવ્યું હતું કે નેશનલ ડિફેન્સ સ્ટ્રેટેજી આપણા જવાનોની ટેકનિકલ ક્ષમતાઓના વિકાસ પર ભાર મૂકે છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેક્સ મુદ્દે એમેઝોન અને બેઝોસના ટીકાકાર રહ્યાં છે.

આ અંગે પ્રતિક્રિયા આપતા એમેઝોને જણાવ્યું છે કે પેન્ટાગોનના આ નિર્ણયથી અમને આશ્ચર્ય થયું છે કારણકે કલાઉડ કોમ્પ્યુટિંગ અમે લીડર છીએ.