રાહુલનો મોદી સરકારને સવાલ: કાશ્મીરમાં યુરોપના સાંસદોનું સ્વાગત, દેશના નેતાઓ પર પ્રતિબંધ શા માટે?

મુખ્ય સમાચાર રાજકીય

યુરોપિયન યુનિયન સંસદના 27 સાંસદ આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવાના છે. ત્યારે યુરોપિયન યુનિયનના સાસંદોની કાશ્મીર મુલાકાતને લઈ કોંગ્રેસે મોદી સરકારને ઘેરવાનો પ્રાયસ કર્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે કાશ્મીર મુલાકાત માટે યુરોપિયન યુનિયનના સાંસદોનું સ્વાગત થઈ રહ્યું છે. પરંતુ અમારા જવા પર પ્રતિબંધ છે. મહત્વનું છે કે સોમવારે દિલ્હીમાં આ સાંસદોએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. અને કાશ્મીર ઘાટી મુદ્દે ચર્ચા કરી હતી. જોકે આ યુરોપિયન સંસદ તરફથી જમ્મુ-કાશ્મીરની સત્તાવાર મુલાકાત નથી. આ પ્રતિનિધિ મંડળમાં શામિલ બી.એન.ડને જણાવ્યું કે પીએમ મોદીએ અનુચ્છેદ 370 સાથે જોડાયેલી તમામ બાબતો જણાવી. પરંતુ અમે જમીની સ્તર પર હકીકત જોવા ઈચ્છીએ છીએ. અને સ્થાનિકો સાથે મુલાકાત કરીશું. આ સાંસદો કાશ્મીરમાં જાણીતા ડલ ઝીલ પણ જશે. જ્યાં જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવે સાંસદો માટે ડીનરનું આયોજન કર્યું છે. જોકે કોંગ્રેસે ઈયુના જમ્મુ-કાશ્મીરના સાંસદોની આ મુલાકાતને લઈ સવાલો ઉઠાવ્યા છે.