અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન શરૂ ૧લી જુલાઈથી ૪૦ દિવસની આ યાત્રાનો પ્રારંભ થશે. મેડીકલી ફીટ અને ડોકટરી સર્ટીફીકેટ સાથે રાખવું ફરજીયાત બનાવાયું છે. આ યાત્રા ૪૬ દિવસ ચાલશે અને ૧૫ ઓગષ્ટે પુરી થશે. આ યાત્રા ગયા વર્ષ કરતા ૧૪ દિવસ વહેલી આટોપી લેવાશે. દરરોજ ૧૫ હજાર યાત્રાળુ જ જઈ શકશે. આમાં ૭ લાખ ભાવિકોને નિમંત્રણ અપાશે અને પંજાબ નેશનલ બેન્ક, જમ્મુ એન્ડ કાશ્મીર બેન્ક તથા યસ બેન્કની ૪૦૦ શાખામાં રજીસ્ટ્રેશન સવલતો ઉપલબ્ધ બનશેઃ અમરનાથ શ્રાઈન બોર્ડ તરફથી ૧ લાખનો વિમો પ્રત્યેક યાત્રાળુઓને વિનામૂલ્યે અપાશેઃ ૧૩ વર્ષથી નીચે અને ૭૫ વર્ષથી વધુ કનિદૈ લાકિઅ વયના લોકોને યાત્રામાં સામેલ નહિ કરાય જમ્મુ, તા. ૮ :. આ વખતની અમરનાથ યાત્રામાં અકીલા લગભગ ૭ લોકોનું આયોજન કરાયું છે. આ વખતે યાત્રા ૪૬ દિવસ કનિદૈ લાકિઅ સુધી ચાલશે, જ્યારે ગયા વર્ષે તે ૬૦ દિવસ ચાલી હતી. આ વખતે પણ ૧ જુલાઈથી શરૂ થનાર અમરનાથ યાત્રામાં સામેલ થનાર માટે તંદુરસ્ત હોવું જરૂરી હશે કનિદૈ લાકિઅ એટલે કે મેડીકલ ફીટનેસ અને મેડીકલ સર્ટીફીકેટ વગર કોઈપણ તેમાં જોડાઈ નહીં શકે. આ વખતે બન્ને માર્ગો પર યાત્રિકોની સંખ્યા માટે નિયમો લાગુ કરાયા કનિદૈ લાકિઅ છે. પહેલગામ અને બાલતાલ માર્ગોથી રોજના ૭૫૦૦-૭૫૦૦ શ્રધ્ધાળુઓને જ પરવાનગી મળશે. તેમા હેલીકોપ્ટર સેવાનો લાભ લેનારાઓને નહીં ગણવામાં આવે. અમરનાથ કનિદૈ લાકિઅ યાત્રા પર જતા ઘણા શ્રદ્ધાળુઓ આરોગ્ય વિષયક તકલીફોના કારણે દર વર્ષે મોતની સંખ્યા વધતી જતી હોવાથી, યાત્રાનો પ્રબંધ કરનાર શ્રાઈન બોર્ડે કનિદૈ લાકિઅ નિર્ણય કર્યો છે કે હવેથી યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવતી વખતે શ્રધ્ધાળુઓએ મેડીકલ સર્ટીફીકેટ રજુ કરવું પડશે. એક પ્રવકતાએ કહ્યું કે આજ શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડની એક હાઈલેવલની મીટીંગમાં આ નિર્ણય લેવાયો છે. આ મીટીંગની અધ્યક્ષતા રાજ્યપાલ સત્યપાલ મલિકે કરી હતી. મીટીંગમાં હૃદયરોગના કારણે મોતને ભેટતા શ્રધ્ધાળુઓ અંગે ચર્ચા થઈ હતી. પ્રવકતાએ કહ્યું કે બોર્ડે નિર્ણય કર્યો છે કે, યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવતી વખતે શ્રધ્ધાળુઓએ રજીસ્ટર્ડ ડોકટર દ્વારા અપાયેલ મેડીકલ સર્ટીફીકેટ રજુ કરવું પડશે. દેશભરના ૩૨ રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પંજાબ નેશનલ બેંક, જમ્મુ કાશ્મીર બેંક અને યસ બેંકની ૪૪૦ શાખાઓમાં યાત્રી રજીસ્ટ્રેશનની સુવિધાઓ અપાઈ છે. રજીસ્ટ્રેશન ૧ એપ્રિલથી શરૂ થશે. બોર્ડની મીટીંગમાં આદેશ અપાયો છે કે, યાત્રા માટેનું રજીસ્ટ્રેશન સમયસર થઈ શકે તે માટે આ વખતે ૧ એપ્રિલથી રજીસ્ટ્રેશન શરૂ કરી દેવાશે. યાત્રાએ જનાર દરેક યાત્રાળુનો એક લાખનો એકસીડન્ટ વિમો અમરનાથ શ્રાઈન બોર્ડ તરફથી મફત આપવામાં આવશે. આ વખતે યાત્રાએ જનાર શ્રધ્ધાળુઓનો પહેલા મેડીકલ ફીટનેસ ટેસ્ટ થશે અને તે પછી દરેક રજીસ્ટર્ડ યાત્રાળુને મફત વીમો અપાશે. યાત્રા કેમ્પો માટે માસ્ટર પ્લાન તૈયાર કરી લેવાયો છે. બોર્ડે યાત્રા દરમ્યાન લંગરની વ્યવસ્થાને પણ મંજુરી આપી દીધી છે. યાત્રામાં ૧૩ વર્ષથી નાના અને ૭૫ વર્ષથી વધુ વયના લોકોને પરવાનગી નહીં મળે.

