સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે 6 ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ શુક્રવારે જાહેર કરી દીધું છે. જેમાં પાર્ટીને સંરક્ષક મુલાયમ સિંહ યાદવને પણ ઉમેદવાર જાહેર કર્યા છે. મુલાયમ સિંહ મેનપુરી બેઠકથી ઉમેદવારી જાહેર કરાયા છે. સમાજવાદી પાર્ટીએ બદાયું બેઠકથી ધ્રમેન્દ્ર યાદવ, ફિરોઝાબાદથી અક્ષય યાદવ, બહરાઈચથી શબ્બીર વાલ્મિકી, રોબર્ડ્સગંજથી ભાઈલાલ કોલ અને ઈટાવા બેઠકથી કમલેશ કઠેરિયાને ઉમેદવાર જાહેર કર્યા છે. યુપીમાં બહુજન સમાજ પાર્ટી (બસપા) અને રાષ્ટ્રીય લોકદળ (આરએલડી) સાથે લોકસભા ચૂંટણીના જંગમાં ઉતરેલી સપાએ ગઠબંધન કર્યા બાદ 37 બેઠકો મેળવી છે તેમજ 38 બેઠકો પરથી બીએસપીના ઉમેદવાર લડશે અને 3 બેઠક પરથી આરએલડીના ઉમેદવાર ઉતરશે. ગત લોકસભા ચૂંટણીમાં પણ મુલાયમ સિંહ યાદવે બે બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને બન્ને બેઠકો પર વિજયી થતા આઝમગઢ બેઠક તેમણે પોતાની પાસે રાખી હતી. મૈનપુરી બેઠક પર પેટાચૂંટણીમાં મુલાયમના પરિવારના જ તેજ પ્રતાપ યાદવ વિજયી થયા હતા.

