ધોનીને સંન્યાસ મામલે લતા મંગેશકરે ભાવૂક વિનંતી કરી

ખેલ-જગત મુખ્ય સમાચાર

ભારત આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં કિવિઝ સામે હારતા મહેન્દ્ર સિંહ ધોની સંન્યાસ લઈ લેશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. લોકો સોશિયલ મીડિયા પર સતત ચર્ચા કરી રહ્યા છે કે આ વર્લ્ડ કપ ધોનીનો અંતિમ વર્લ્ડ કપ હતો અને હવે ટૂંક જ સમયમામ તેઓ સંન્યાસ લેવાની જાહેરાત કરશે. જોકે સોશિયલ મીડિયા પર એક મોટો વર્ગ એવો પણ છે જે ધોનીના સંન્યાસનો વિરોધ કરી રહ્યો છે. સૂર સમ્રાજ્ઞી લતા મંગેશકર પણ નથી ઈચ્છતા કે ધોની અત્યારે ક્રિકેટમાંથી સંન્યાસ લે. 

દિગ્ગજ ગીતકાર લતા મંગેશકરે ટ્વીટ કરીને મહેન્દ્ર સિંહ ધોનીને ક્રિકેટમાંથી સંન્યાસ નહીં લેવા માટે અપીલ કરી છે. તેમણે ક્હ્યું ‘નમસ્કાર ધોનીજી. આજ-કાલ હું સાંભળી રહી છું કે તમે સંન્યાસ લેવાનું વિચારી રહ્યા છો. કૃપા કરીને તમે આવો વિચાર કરવાનું પણ બંધ કરી દેજો. દેશને હજી પણ તમારી રમતની ખૂબ જરૂર છે અને મારી તમને હ્રદયપૂર્વક વિનંતી છે કે તમે સંન્યાસ લેવાનો વિચાર પણ તમારા મનમાંથી કાઢી દશો.’