દક્ષિણ ભારતમાં આતંકી હુમલાનું એલર્ટ, સેનાએ આપી જાણકારી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ભારતીય સેનાને સુચના મળી છે કે, દક્ષિણ ભારતમાં આતંકી હુમલો થઈ શકે છે. સેનાના દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર કમાંન્ડિંગ ઈન ચીફ એસ.કે.સેનીએ કહ્યું છે કે, અમને જાણકારી મળી છે કે, ભારતના દક્ષિણ ભાગમાં આતંકી હુમલો થઈ શકે છે. સર ક્રિકથી કેટલીક બિનવારસી બોટ મળી છે. લેફ્ટનન્ટ જનરલે કહ્યું કે, અમે તે સુનિશ્ચિત કરવા માટે સાવધાની રાખી રહ્યાં છીએ કે, અસામાયિક તત્વો અને આતંકવાદીઓનો પ્લાન ફેઈ સાબિત થાય.

ઉલ્લેખનિય છે કે, આર્ટિકલ 370 હટાવી દીધાં બાદ ભારત સામે દરેક મોર્ચે પાકિસ્તાન નિષ્ફળ થઈ રહ્યું છે. તેથી હવે પાકિસ્તાન આતંકીઓના સહારે ભારતને નિશાન બનાવવાની કોશિષ કરી રહ્યું છે. ખબરો અનુસાર પાકિસ્તાન જૈશના પ્રમુથ આતંકી મસૂદ અઝહરને પણ છોડી દીધો છે.