આ પેટ્રોલ પંપ પર ટાંકી ફૂલ કરાવવા પર મળી રહ્યું છે કેશબેક, બસ કરવું પડશે આ કામ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઈન્ડીયન ઓઈલ પોતાના ગ્રાહકો માટે એક ખાસ ઓફર લઈને આવ્યું છે. જો તમે પણ ઈન્ડીયન ઓઈલના પેટ્રોલ પંપ પરથી ગાડીમાં પેટ્રોલ અથવા ડિઝલ ભરાવતા હોય તો તમે પણ આ ઓફરનો લાભ લઈ શકો છો. ખાસ વાત એ છે કે, આની માટે તમારે વધારે મહેનત પણ નથી કરવાની તમારે બસ ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવાનું છે. આ ઓફર હેઠળ તમને 10 ટકા સુધી કેશ બેક પમ મળશે. તો જાણીએ તમે આ લાભ કેવી રીતે લઈ શકો છો.

ઈન્ડીયન ઓઈલે પોતાના અધિકારીક ટ્વીટર હેન્ડલ પર આ ઓફર વિશે જાણકારી આપી છે. આ ઓફરનો લાભ લેવા માટે માત્ર એક જ શરત છે, તે છે તમારે પેટ્રોલ અથવા ડિઝલનું ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવું પડશે.

ઈન્ડીયન ઓઈલ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ ખાસ ઓફરનો લાભ લેવા માટે તમારી પાસે માત્ર 15 જાન્યુઆરી સુધીનો સમય છે. તેનો મતલબ એ છે કે, તમે 15 જાન્યુઆરી સુધી તેનો લાભ લઈ શકો છો.

આ ઓફરનો લાભ લેવા માટે તમારે તમારા મોબાઈલથી એક એસએમએસ મોકલવાનો રહેશે ‘Auth-code <space> Amount’ લખીને 9594925848 પર એસએમએસ મોકલવો પડશે. તમારે તે વાતનું ધ્યાન રાખવું પડશે કે, આ કેશબેક ઓફરનો લાભ તમને માત્ર ઈન્ડીયન ઓઈલના પેટ્રોલ પંપ પર જ લઈ શકો છો.