15 દિવસમાં બિલકીસ બાનુને નોકરી આપવાનો સુપ્રીમ કોર્ટનો ગુજરાત સરકારને આદેશ

ગુજરાત મુખ્ય સમાચાર

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે ગુજરાત રાજ્યસરકારને એવો આદેશ આપ્યો હતો કે ગોધરા કાંડનો ભોગ બનેલી મુસ્લિમ મહિલા બિલકીસબાનુને પંદર દિવસમાં સરકારી નોકરી, ઘર અને રૂપિયા પચાસ લાખ વળતર રૂપે ચૂકવવા.

2002માં ગોધરા કાંડ વખતે 21 વર્ષની વયની બિલકીસ પર ગેંગરેપ થયો હતો. એની બે વર્ષની પુત્રીની હત્યા કરાઇ હતી ચાર મહિલાઓ અને ચાર બાળકો સહિત કુલ 14 લઘુમતી લોકોની ક્રૂર હત્યા કરાઇ હતી.

19 વર્ષની બિલકીસ યાકુબ પર પણ ગેંગરેપ કરીને એેને સડક પર મરવા માટે છોડી દેવામાં આવી હતી. જો કે એનો જીવ બચી ગયો હતો અને એણે એનજીઓની મદદથી કોર્ટમાં કેસ કર્યો હતો.

2017માં મુંબઇ હાઇકોર્ટે 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી જેમાં સાત આરોપીમાં એક ડૉક્ટર અને પોલીસમેનનો સમાવેશ થયો હતો.

નીચલી કોર્ટે આ લોકોને નિર્દોષ છોડ્યા હતા એ ચુકાદાને હાઇકોર્ટે રદ કર્યો હતો. આ સાત જણ પર સાબિતી પુરાવા સાથે ચેડાં કરવાનો આરોપ હતો. સુપ્રીમ કોર્ટે બિલકીસને પંદર દિવસમાં નોકરી, રહેવા માટે ઘર અને પચાસ લાખ રૂપિયા વળતર રૂપે ચૂકવવાનો ગુજરાત રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો.