Ind Vs Pak : ભારતની પર દમદાર જીત

ગુજરાત દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પાકિસ્તાને મૅચની શરૂઆતમાં જ વિકેટ ગુમાવી દીધી હતી

337 રનના કપરા લક્ષ્‍યાંક સામે રમતાં પાકિસ્તાને પ્રારંભમાં એક વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ ત્યાર બાદ ફખર ઝમાન અને બાબર આઝમે જોરદાર લડત આપી હતી. બંનેએ 104 રનની ભાગીદારી નોંધાવી હતી.

ઝમાને તો અડધી સદી પણ પૂરી કરી હતી. જ્યારે બાબર આઝમ 48 રન નોંધાવીને આઉટ થયો હતો.

કુલદીપ યાદવે 24 અને 26મી ઓવરમાં આ બંનેને આઉટ કર્યા તે સાથે ભારતે વળતો પ્રહાર કર્યો હતો જેમાં હાર્દિક પંડ્યાએ સાથ પુરાવ્યો હતો.

તેણે સળંગ બૅ બૉલમાં મોહમ્મદ હફીઝ અને શોએબ મલિક જેવા અનુભવીને આઉટ કરીને ભારતનો વિજય નિશ્ચિત કરી દીધો હતો. 35મી ઓવર બાદ વરસાદ પડ્યો ત્યાં સુધીમાં પાકિસ્તાનની લડત ખતમ થઈ ગઈ હતી.

પાકિસ્તાન માટે ફખર ઝમાન અને બાબર આઝમ સદીની ભાગીદારી સાથે ખતરનાક બની રહ્યા હતા ત્યારે જ કુલદીપ યાદવે ત્રણ બૉલમાં જ આ બંનેને આઉટ કરી દીધા તેના પછીની ઓવરમાં હાર્દિક પંડ્યાએ પાકિસ્તાની ટીમના સૌથી અનુભવી મોહમ્મદ હફીઝ અને શોએબ મલિકને આઉટ કરીને ભારતને વિજયની નજીક લાવી દીધું હતું.

ભારત હવે તેની આગામી મૅચમાં બાવીસમીએ અફઘાનિસ્તાન સામે રમશે તો પાકિસ્તાન 23મીએ સાઉથ આફ્રિકા સામે રમશે.