કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ PM મોદીએ ટ્રમ્પ સાથે કરી લગભગ 30 મીનિટ સુધી ટેલિફોનિક વાતચીત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. લગભગ બંને નેતાઓ વચ્ચે 30 મિનિટ સુધી વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ સાથે વાતચીતમાં આતંકવાદ અને સરહદ સુરક્ષા મુદ્દે વાતચીત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમરાનખાનનું નામ લીધા વિના નિશાનો ટાંકતા કહ્યું હતું, ઘણા નેતાઓના નિવેદન શાંતિ માટે ખતરારૂપ છે. સીમાપારથી આતંકવાદ ફેલાવતો રોકવો જરૂરી છે. આ વાતચીત બંને પક્ષોના દ્વિપક્ષીય સંબંધો અને ક્ષેત્રીય મુદ્દાઓ પર આધારિત હતી.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ભારત સાથે વાતચીત કરવા માટે સલાહ આપી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને શુક્રવારના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આશરે 12 મીનીટ જેટલી વાતચીત કરી હતી અને કહ્યું, પાકિસ્તાન જમ્મુ કાશ્મીર મુદ્દે ભારત સાથે તણાવ ઓછો કરવા માટે ઈચ્છે છે તો તેણે દ્વિપક્ષીય વાર્તાનું મહત્વ સમજવું પડશે.