પીએમ નરેન્દ્ર મોદી 23 અને 24 ઓગષ્ટના યુએઈના પ્રવાસે જવાના છે. ત્યાં અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે દ્વીપક્ષીય સંબંધો અને અન્ય વિષયો પર ચર્ચા કરશે. ત્યારબાદ તેઓ 24 થી 25 ઓગષ્ટના બહેરીન પહોંચવાના છે. આ પહેલી વખત છે જ્યારે ભારતના વડાપ્રધાન બહેરીન જશે. મોદીનો પ્રવાસ 22થી 26 ઓગષ્ટનો છે જેમાં તેઓ ફ્રાન્સ, યુએઈ અને બહેરીનની મુલાકાત લેશે. ફ્રાન્સના બિઆરિત્ઝ શહેરમાં આયોજિત જી7 સમિટમાં પણ તેઓ સામેલ થશે. વિદેશ મંત્રાલય દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે.

