અરબી સમુદ્રમાં ઊભું થયેલું ‘મહા’ વાવાઝોડું હવે ભયાનક બની રહ્યું છે હાલમાં વાવાઝોડું વેરાવળના દરિયા કાંઠેથી 570 કિલોમીટર દૂર છે 2019ના વર્ષ દરમિયાન ગુજરાત પર વાવાઝોડુંની આફત ચોથી વખત ઊભી થઈ છે. બે દિવસ પહેલા હવામાન ખાતાના અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે, ‘મહા’ વાવાઝોડાનું સંકટ હવે દૂર થઈ ગયું છે કારણ કે, આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ ગયું છે પરંતુ તેમની ધારણા અને અટકળો ખોટા પડ્યા છે
આજે રવિવારે છેલ્લી સ્થિતિ મુજબ ‘મહા’ વાવાઝોડું ધીમે ધીમે ગુજરાતના દરિયાકાંઠા પર આગળ ધપી રહ્યું છે હવામાન ખાતાના નિયામક જયંત સરકાર જણાવે છે કે છઠ્ઠી મોડી રાત્રે ‘મહા’ વાવાઝોડું ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર ત્રાટકે તેવી પૂરી શક્યતાઓ છે. જેમાં દીવ અને દ્વારકા ના દરિયા કાંઠે આ વાવાઝોડું ત્રાટકી શકે છે. સાતમી અને આઠમી નવેમ્બરે 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય શકે છે.
હાલમાં સૌરાષ્ટ્રના વેરાવળના દરિયાકાંઠાથી આ વાવાઝોડું 570 કિલોમીટર જ્યારે દીવ થી 150 કિલોમીટર દૂર છે. વાવાઝોડાએ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. જેની અસર શરૂ થઈ ગઈ છે જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા માં ચારથી પાંચ મીટર ઉંચા મોજા ઉછળી રહ્યા છે. એટલું જ નહિ અનેક જિલ્લાઓમાં હવામાન વાદળછાયું બની ગયું છે. તેમજ હળવો અને ઝરમર વરસાદ પડવાનું પણ શરૂ થયું છે
જો આ ‘મહા’ વાવાઝોડું તેની પૂરતી તાકાત થી સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર ત્રાટકશે તો ‘મહા’ભયાનક નુકસાન અને તબાહી થઈ શકે છે ‘મહા’ વિનાશ વેરી શકે એટલી તાકાતથી આ વાવાઝોડું હવે આગળ વધી રહ્યું છે સૌરાષ્ટ્રમાં વાવાઝોડુ ત્રાટકશે એટલે તેની સૌથી વધારે ખરાબ અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં થશે તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો માં પણ ભારે વરસાદ વરસશે કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે
ચોથી નવેમ્બરથી ‘મહા’ વાવાઝોડું પોતાની દિશા બદલી શકે છે છઠ્ઠીએ મધરાતે આ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ જેવા જિલ્લાઓમાં વરસાદ પડશે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે.
દરમિયાનમાં ગુજરાત સરકારના મહેસૂલ ખાતાના રાહત કમિશનર દ્વારા તમામ જિલ્લા કલેકટરને લેખિતમાં આદેશ કરાયો છે. જેમાં ઊભી થનારી કુદરતી આપત્તિની સ્થિતિમાં રાહત અને બચાવની કામગીરી કરવા માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. જે વિસ્તારોમાં મહત્તમ અસર થવાની છે ત્યાં NDRFની ટીમને મોકલવાની તૈયારી કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 300થી વધુ બોટને પરત લાવી દેવામાં આવી છે. આમ, અરબી સમુદ્રમાં થયેલું ‘મહા’ વાવાઝોડું આગામી અઠવાડિયે એટલે કે કે સાતમી નવેમ્બરે સૌરાષ્ટ્રના દરિયાકિનારે ટાંકીને મોટો ‘મહા’ વિનાશ વેરે એવી દહેશત સેવાઇ રહી છે.
અત્રે નોંધનીય છે કે, 2019ના વર્ષ દરમ્યાન ગુજરાત પર વાવાઝોડાની આ ચોથી આફત છે. આગળ ‘વાયુ’ નામનું વાવાઝોડું આવ્યું હતું. પરંતુ છેલ્લી ઘડીએ તરફ ફંટાઈ ગયું હતું. ત્યારબાદ ‘હિકા’ નામના વાવાઝોડાએ દહેશત ઉભી કરી હતી અને છેલ્લે ‘કયાર’ નામના વાવાઝોડાએ લોકોની ઊંઘ ખરાબ કરી હતી. જો કે કયારે પણ કોઈ નુકસાન કરી નથી અને વાવાઝોડું આવ્યું નથી પરંતુ ‘મહા’ નામનું વાવાઝોડું ગુજરાતમાં તબાહી મચાવવા માટે આવી રહ્યું છે.

