કોંગ્રેસે દાવો કર્યો છે કે, પાર્ટીના સિનિયર નેતા પ્રિયંકા ગાંધીને વ્હોટ્સ એપથી મેસેજ મળ્યો હતો કે, તેમનો ફોન હેક થવાની આશંકા છે. જો કે આ મેસેજ તેમને ક્યારે મળ્યો તે કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યું નથી. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રફુલ પટેલ અને મમતા બેનર્જીને મળેલા મેસેજ વિશે પુછતા તેમણે જણાવ્યું કે, હું તમને કહેવા માંગું છું કે પ્રિયંકા ગાંધીને પણ લગભગ તે સમયે જ વ્હોટ્સ એપ પર આ પ્રકારનો મેસેજ મળ્યો હતો.
તેમણે કહ્યું કે, પ્રિયંકા ગાંધીને લગભગ તે સમયે મેસેજ મળ્યો હતો જ્યારે વ્હોટ્સએપ આ પ્રકારના મેસેજ તે લોકોને મોકલી રહ્યું હતું જેના મોબાઈલ ફોન કથિતપણ હેક થયા હતા.
નોંધનીય છે કે, વ્હોટ્સએપે ઈઝરાયેલના સ્પાયવેરની મદદથી દુનિયાભરમાં લગભગ 1400 વ્હોટ્સ એપ યુઝર્સના ફોનની જાસુસી થઇ હોવાની ખાતરી કરી હતી. તેમાં પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ સામેલ છે.

