મોટર વ્હીકલ સુધારા બિલ રાજ્યસભામાં પાસ, બિલના પક્ષમાં 108 અને વિરોધમાં માત્ર 13 વોટ

મુખ્ય સમાચાર રાજકીય

લોકસભા બાદ રાજ્યસભામાં પણ મોટર વ્હીકલ સુધારા બિલ પાસ થયું. કેન્દ્ર સરકાર દ્વારા બિલ રજૂ કરાયા બાદ તેના પર ચર્ચા કરાવવામાં આવી હતી અને ત્યારબાદ વોટિંગ થયું. જેમાં બિલના પક્ષમાં 108 અને વિરોધમાં માત્ર 13 વોટ પડ્યા. બિલમાં મોટર વ્હીકલ એક્ટને વધુ કડક બનાવવાની જોગવાઇ સામેલ છે. આ ઉપરાંત ટ્રાફિક નિયમોને તોડવા પર વધુ દંડની જોગવાઇ પણ ઉમેરવામાં આવી છે.

આ પહેલા કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતુ કે દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં માર્ગ અકસ્માતથી થતાં મૃત્યુના કારણે માર્ગ સુરક્ષાના વર્તમાન નિયમોમાં ફેરબદલ કરવા જરૂરી થયા છે. આ બિલને 23 જુલાઇને લોકસભામાં પાસ કરવામાં આવ્યું હતુ. જો કે આ પહેલા કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે સરકારના આ બિલનો વિરોધ કર્યો હતો. અને માંગણી કરી કે આ બિલમાં સામેલ કેટલીક ત્રુટીઓને દૂર કરવામાં આવે.