ભાજપે સોમવારે વિધાનસભા ચૂંટણી માટે 78 ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરી દીધું છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર કરનાલથી, યોગેશ્વર દત્ત બરોદા, સુભાષ બરાલા ટોહાના, સંદીપ સિંહ પિહોવા અને બબીતા ફોગાટ દાદરીથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. રવિવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિએ મોડી રાત સુધી ટિકિટ પર મંથન કરી અંતિમ રૂપ આપ્યું હતું. પરંતુ હા-ના વચ્ચેની યાદી જાહેર થઈ શકી નથી. લિસ્ટ જાહેર ન થવા પાછળ એક મોટું કારણ રાવ ઈન્દ્રજીત દ્વારા દીકરી માટે ટિકિટની ડિમાંડને પણ માનવામાં આવી રહ્યું છે.

