અમદાવાદમાં સામાન્ય વરસાદમાં ભુવો પડવાની ઘટના જાણે સામાન્ય બની ગઈ છે. ત્યારે આજે તો ઘરમાં ભુવો પડવાની ઘટના સામે આવી છે. શહેરના દરિયાપુરમાં ઘરમાં ભુવો પડ્યો છે. આંબલી પોળમાં આવેલા એક ઘરમાં ભુવો પડ્યો છે. જો કે પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો છે. ભુવો પડ્યાની ઘટનાની માહિતી મળતાં ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા.
