‘મન કી બાત’ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા પુસ્તક વાંચવાની ટેવને બગાડવા માટે Google પર હાસ્યમુદ્રામાં ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું હતું કે,તેઓ પુસ્તકો વાંચતા રહેતા હતા, પરંતુ Google તેમની આ ટેવ બગાડી દીધી છે, કારણ કે Google કોઇપણ વસ્તુ વિશે જાણકારી મેળવવાનો શોર્ટકટ છે.
કાર્યક્રમ દરમિયાન રોહતકના વિદ્યાર્થી દ્વારા તેમને પૂછવામાં આવ્યું હતું કે તેઓ વ્યસ્ત રહે છે તેમ છતાં તેમને ટીવી જોવાનો, ફિલ્મો નિહાળવાનો કે પુસ્તકો વાંચવાનો સમય મળી રહે છે? વિદ્યાર્થીના સવાલ પર પ્રતિક્રિયા આપતા પીએમ મોદીએ જણાવ્યું કે હું હમેશાંથી પુસ્તકો વાંચવાનો શોખીન રહ્યો છું, પરંતુ ફિલ્મો નિહાળવામાં મને રસ નથી અને સતત ટીવી જોવાની ટેવ પણ નથી, પહેલા ક્યારેક-ક્યારેક Discovery Channel જોયા કરતો હતો.
આ દમરિયાન તેમણે મજાકમાં કહ્યું કે પહેલા હું પુસ્તકો વાંચતો હતો, પરંતુ આજકાલ હું વધારે વાંચી નથી શકતો અને Googleએ પણ આપણને બગાડ્યા છે કારણ કે આપણે કોઇપણ સમયે તેના દ્વારા કંઇપણ જાણી શકીએ છીએ. આ સાથે પીએમ મોદીએ NCCના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.
મન કી બાત કાર્યક્રમમાં તેમણે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ઐતિહાસિક ગણાવતા આ મામલે ધેર્ય અને પરિપકવતા દખવવા માટે દેશવાસીઓને ધન્યવાદ આપ્યા હતા.

