અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્વાગત કર્યું છે. તેમણે શનિવારે કહ્યું કે, એક લાંબા વિવાદની સમાપ્તિ થઈ છે. અમે પહેલાં અયોધ્યા ગયા હતા અને પૂજા પણ કરી હતી અને 24 નવેમ્બરે હું જરૂર અયોધ્યા જઈશ.
અમે નિર્ણયનું સમ્માન કરીએ છીએ. દરેક લોકો નિર્ણયથી ખુશ છે. આજનો દિવસ હિંદુસ્તાનના ઈતિહાસમાં અલગ દિવસ છે. સાથે જ તેમણે જણાવ્યું કે, તેઓ ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે પણ મુલાકાત કરશે. ઓવૈસીના નિવેદન પર સવાલ કર્યો તો તેમણે કહ્યું કે, ઓવૈસી સુપ્રીમ કોર્ટમાં પાર્ટી નથી.

