ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ આજે સવારે સાડા દસ વાગ્યે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચમાં પાંચે પાંચ જજોની હાજરીમાં ઐતિહાસિક અયોધ્યા વિવાદનો ચુકાદો વાંચી સભળાવ્યો હતો. તેણે કહ્યું કે આ ચુકાદો પાંચે પાંચ જજોની સર્વાનુમતીથી તૈયાર કરાયો હતો.
આરંભે સુન્ની-શિયા વિવાદમાં શિયા બોર્ડની અરજી ફગાવી દેવામાં આવી હતી. એજ રીતે નિર્મોહી અખાડાની અરજી પણ ફગાવી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કહેવાતી બાબરી મસ્જિક ખાલી જમીન પર બનાવવામાં આવી નહોતી. બાદશાહ બાબરના શાસનકાળમાં મીર બાકીએ આ મસ્જિદ બનાવી હતી. ભુસ્તરશાસ્ત્રીય વિભાગે કરેલા ખોદકામ દરમિયાન મંદિરના અવશેષો મળ્યા હતા એના પરથી સમજાતું હતું કે મસ્જિદ ખાલ રહેલી જમીન પર બનાવવામાં આવી નહોતી.
ખોદકામ દરમિયાન મળેલા મંદિરના અવશેષો પરથી ખ્યાલ આવે છે કે મસ્જિદ બાંધવામાં આવી એ સ્થળે પહેલાં કોઇ બાંધકામ હતું. આર્કિયોલોજી સર્વે ઑફ ઇન્ડિયા (એએસઆઇ)એ પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું નબોકું રે મળેલા અવશેષો મંદિરના હતા.
હિન્દુઓની શ્રદ્ધા છે કે આ સ્થળે ભગવાન રામનો જન્મ થયો હતો. વિવાદાસ્પદ જમીનનો ચુકાદો અમે કાનૂની આધાર પર તૈયાર કર્યો હતો. હિન્દુ પ્રજાની શ્રદ્ધાને નકારી શકાય નહીં.એએસઆઇના રિપોર્ટમાં એક ગુંબજ મળ્યો હોવાનો ઉલ્લેખ હતો.ય ખોદકામ દરમિયાન આ ગુબંજ મળ્યો હતો. આ રિપોર્ટમાં મદિર તોડીને મસ્જિદ બન્યાનો કેોઇ ઉલ્લેખ નહોતો.
દેશની સર્વોચ્ચ અદાલત આજે અત્યારે ગમે તે ઘડીએ અયોધ્યા વિવાદનો ચુકાદો જાહેર કરશે. એ પ્રસંગે દેશભરમાં સિક્યોરિટીનો કડક બંદોબસ્ત કરાયો હતો.
વ્હૉટસ્ એપ, ટ્વીટર અને ફેસબુક પર સત્તાવાળાઓ બાજનજર રાખી રહ્યા હતા. ખોટી અફવાથી વાતાવરણ તંગ ન બને એે માટે તકેદારીનાં તમામ પગલાં લેવાયાં હતાં. મુંબઇમાં 40 હજારથી વધુ પોલીસ બંદોબસ્ત માટે તહેનાત કરાઇ હતી.
કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશમાં 4000 અર્ધલશ્કરી દળો મોકલ્યાં હતાં. ચુકાદો જાહેર કરવાની પૂર્વસંધ્યાએ શુક્રવારે દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ ઉત્તર પ્રદેશના ચીફ સેક્રેટરી અને ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસને રૂબરૂ બોલાવીને ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી છે એનો અણસાર મેળવ્યો હતો.
આજે સમગ્ર ઉત્તર પ્રદેશમાં 144મી કલમ લાગુ પાડી દેવામાં આવી છે અને કાનપુર, લખનઉ, વારાણસી, અલીગઢ, બરેલી, મુરાદાબાદ, રામપુર વગેરે સંવેદનશીલ સ્થળોએ અત્યંત કડક સિક્યોરિટી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
મુસ્લિમ મૌલવીઓ અને બુદ્ધિજીવીઓ સહિત લગભગ દરેક રાજકીય પક્ષના નેતાઓએ શાંતિ અને ભાઇચારો જાળવી રાખવાની જાહેર અપીલ કરી હતી.

