અયોધ્યા કેસ : SCના નિર્ણયને નહીં પડકારે સુન્ની વક્ફ બોર્ડ, રિવ્યુ પિટિશન પણ દાખલ નહીં કરે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

આઝાદ ભારતના સૌથી મોટા અને સંવેદનશીલ કેસની સતત 40 દિવસ સુનાવણી હાથ ધરી આજે સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ પર બહુપ્રતિક્ષિત નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં જે વિવાદીત સ્થળ છે ત્યાં રામ મંદિર બનાવવાને લીલી ઝંડી આપી દીધી છે. સુપ્રીમના આ પર સુન્ની વક્ફ બોર્ડે જણાવ્યું છે કે તેને અદાલતનો નિર્ણય શિરોમાન્ય છે. તે આ મામલાને પડકારશે નહીં.

અગાઉ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવતાની સાથે જ સુન્ની વકફ બોર્ડે નિરાશા વ્યક્ત્ત કરી હતી અને કહ્યું હતું કે, તેને આ ચુકાદો માન્ય નથી. તેણે સુપ્રીમના આ પડકારવાનું નક્કી કર્યું હતું. પરંતુ હવે થોડા જ કલાકોમાં સુની વક્ફ બોર્ડે પોતાનો આ નિર્ણય ફેરવી તોળ્યો છે.

આજે સુપ્રીમ કોર્ટે મુખ્ય ન્યાયાધીસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ જજોની બંધારણીય બેચે અયોધ્યા કેસનો ચુકાદો સંભળાવ્યો હતો. ચુકાદાની શરૂઆતમાં જ સુપ્રીમ કોર્ટે શિયા વક્ફ બોર્ડ અને નિર્મોહી અખાડાને પક્ષકાર માનવાથી જ ઈનકાર કરી દીધો હતો. ત્યાર બાદ કોર્ટે રામલલા વિરાજમાનના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે અયોધ્યામાં વિવાદીત સ્થળે મંદિર બનાવવા કેન્દ્ર સરકારને 3 મહિનામાં પ્લાન રજુ કરવા આદેશ કર્યો છે સાથે જ સુન્ની વક્ફ બોર્ડને અયોધ્યામાં જ અન્ય સ્થળે 5 એકર જમીએન ફાળવવાનો આદેશ કર્યો છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણયને રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના પક્ષકાર રહેલા ઉત્તર પ્રદેશ સુન્ની સેંટ્રલ વક્ફ બોર્ડે કહ્યું હ્તું કે અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. બોર્ડે કહ્યું હતું કે, તે આ નિર્ણયને પડકારશે નહીં. બોર્ડના અધ્યક્ષ જુફર ફારૂકીએ કહ્યું હતું કે, તે ન્યાયાપલના નિર્ણયનું સ્વાગત કરે છે અને બોર્ડ આ નિર્ણયને પડકારવા કોઈ જ વિચાર કરી રહ્યું નથી.

ફારૂકીએ કહ્યું હતું કે, 5 એકર જમીન લેવાને લઈને બોર્ડના સભ્યો સાથે વાતચીત કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, કોર્ટના નિર્ણય પહેલા જ સૌકોઈએ નક્કી કર્યું હતું કે, જે કોઈ પણ નિર્ણય આવે તે શિરોમાન્ય રહેશે. જેથી હવે આ નિર્ણયને પડકારવામાં આવશે નહીં. માટે હવે કોઈ રિવ્યુ પીટિશનની વાત કરે તો તો અયોગ્ય છે.

શિયા મૌલાનાએ પણ કર્યું નિર્ણયનું સ્વાગત

શિયા ધર્મગુરૂ મૌલાના કલ્બે અવાવે પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું હતું કે, અમે વિનમ્રતાપૂર્વક સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. હું ઈશ્વરનો આભારી છું કે મુસલમાનોએ અને અન્ય મોટા લોકોએ આ નિર્ણયને સ્વિકાર્યો અને વિવાદ સમાપ્ત થયો.

કોર્ટે સંભળાવ્યો હતો ઐતિહાસિક ચુકાદો

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટની પાંચ જજોની પીઠે સર્વસમ્મતિ એટલે કે 5-0થી ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો હતો. નિર્મોહી અખાડાના દાવાને ફગાવતા સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાન અને સુન્ની વક્ફ બોર્ડને જ પક્ષકાર માનવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાનના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો.