હવામાન / ગુજરાત સહિત મહારાષ્ટ્ર-MPમાં ભારે વરસાદનું અલર્ટ

ગુજરાત મુખ્ય સમાચાર

દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને હવામાન વિભાગ દ્વારા આ ત્રણેય રાજ્યને અલર્ટ પર રાખવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસી શકે છે.

જ્યારે ગુજરાતમાં પણ હજુ 48 કલાક સુધી ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. તેમાં પણ ખાસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. વલસાડ અને આસપાસના જિલ્લામાં વરસાદની શક્યતા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જેમાં બોટાદ, ભાવનગર, જૂનાગઢ, ગીર-સોમનાથમાં વરસાદની સંભાવના છે. આ તરફ પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ ગુજરાતમાં હજુ પણ 48 કલાક સુધી વરસાદી માહોલ રહેશે તેવી શકયતા છે. આજે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ બીજી ઇનિંગ યથાવત રાખી શકે છે અને વલસાડની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. માત્ર દક્ષિણ ગુજરાત જ નહી પરંતુ સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદ આવી શકે છે અને પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે.