વિકી કૌશલનું નામ હવે અન્ય એક અભિનેત્રી સાથે જોડાયું

ફિલ્મ જગત

વિક્કી કૌશલ હાલ બોલીવૂડના નિર્માતાઓનો ફેવરિટ બની ગયો છે. તો સાથેસાથે ઇન્ડસ્ટ્રીની નવોદિતો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. ફિલ્મ ‘ઉરી:ધ સર્જિકલ સ્ટ્રાઇક’ બાદ તેની ગર્લફ્રેન્ડ હરલીન શેઠ્ઠી સાથે બ્રેકઅપ કર્યું હોવાની ચર્ચા હતી. બન્ને ઘણા સમયથી એકબીજાને જેટ કરીરહ્યા હતા. હવે તેનું નામ અન્ય એક અભિનેત્રી સાથે જોડાયું છે.

‘બિયોન્ડ ધ ક્લાઉડસ’ની અભિનેત્રી માલવિકા મોહનને વિકી ડેટ કરીરહ્યો હોવાની ચર્ચા છે.સૂત્રના અનુસાર ‘ વિકી, માલવિકા અને માલવિકાનો ભાઇ સની એકબીજાને નાનપણથી ઓળખે છે. તેઓ એકબીજાની કંપનીનો ભરપુર આનંદ ઉઠાવે છે. વિકી અને માલવિકાનો સંબંધ ઘણો ક્લોઝ છે. વિકી પોતાના બીઝી શેડયુલમાંથી સમય કાઢીને માલવિકાને ત્યાં લંચ-ડિનર માટે જતો હોય છે. માલવિકા પોતાના પરિવાર સાથે રહે છે. આ પરથી લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે વિકી અને માલવિકાનો સંબંધ દિવસે દિવસે ગાઢ થતો જાય છે.