દક્ષિણના સુપરસ્ટાર ધનુષને આનંદ એલ રાયે ‘રાંઝણા’ ફિલ્મથી બોલીવૂડમાં લોન્ચ કર્યો હતો. હવે તે બોલીવૂડની વધુ એક ફિલ્મમાં કામ કરતો જોવા મળશે. ધનુષ અને સારા અલી ખાન રૂપેરી પડદે સાથે કામ કરે તેવી શક્યતા છે.
મળેલી માહિતી અનુસાર સારા અને ધનુષ આગામી પ્રોજેક્ટમાં સાથે કામ કરવાના છે. આ ફિલ્મ એક પ્રણય ત્રિકોણ આધારિત હોવાથી વધુ એક અભિનેતા હોવાની શક્યતા છે. વાત તો એવી પણ છે કે, આ ફિલ્મ માટે હૃતિક રોશનનો સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે સત્તાવાર રીતે આની ધોષણા કરવામાં આવી નથી.
આનંદ એલ રાયની છેલ્લી ફિલ્મ ‘ઝીરો’ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ હતી. હવે આનંદ પ્રણય ત્રિકોણ ધરાવતી રોમેન્ટિક ફિલ્મ બનાવી રહ્યો છે.

