ઝોમેટો, સ્વિગી જેવી ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓ તેમજ ડાઈન-ઈન એગિગ્રેટર્સ તેમના મેમ્બરોને આપતા મોટા ડિસ્કાઉન્ટ સહિત અન્ય ઓફરોને વાજબી સ્તરે લાવવા માટે સંમત થયા છે. નેશનલ રેસ્ટોરેન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા(NRAI)ના પ્રમુખ રાહુલસિંહે જણાવ્યું કે, એ વાતની સંમતિ થઈ છે કે, દરેક એગ્રીગેટર તેમની સુવિધાને બદલશે, જેના દ્વારા ગ્રાહક ઈકોસિસ્ટમમાં ફેલાયેલ મોટા ડિસ્કાઉન્ટની આદતથી છૂટકારો મેળવી શકાશે. લેટ દંડની દરખાસ્તનો પણ અંત આવશે ૧૮૦૦ કરતાં વધું સભ્ય ધરાવનારી રેસ્ટોરન્ટ્સ સંગઠન NRAIએ મોટા ડિસ્કાઉન્ટ વિરુદ્ધ #Logout અભિયાન શરૂ કર્યું છે, જે હેઠળ આ પ્રકારના એગ્રીગેટરની ડાઈન-ઈન સર્વિસને પાછલા છ દિવસથી બંધ કરવામાં આવી હતી. આ અભિયાનની આગેવાની NRAI દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત મીટિંગમાં સામેલ ઝોમેટોનું કહેવું છે કે, તે તેમના ગોલ્ડ મેમ્બરશિપમાં ફેરફાર કરવા અંગે વિચારણા કરશે. આ યોજના અંતર્ગત ગ્રાહકોને ભાગ લેનાર રેસ્ટોરન્ટ્સ તરફથી એક ડિશ અથવા બે ડ્રિન્ક ફીમાં મળે છે. ગુડગાંવની ફૂડ એગ્રીગેટર ‘જીતના ચાહો ઉતના ખાઓ યોજના’ ઝોમેટો ઈન્ફિનિટી પર રોક લગાવી શકે છે. રેસ્ટોરન્ટ્સે વધુમાં જણાવતાં કહ્યું કે, ઓર્ડર લાવવામાં મોડું થતાં અથવા ડિલિવરી સમય ચૂકી જતાં લેટ ફાઈન દંડ વસૂલવા અંગેની દરખાસ્તને પણ પાછી ખેંચી લેશે.

