બજારમાં મળતા હલકી ગુણવત્તા ધરાવતા સૌંદર્ય પ્રસાધનોના ઉપયોગથી ત્વચાને ફાયદો કરતાં હાનિ પહોંચવાની શક્યતા રહે છે. ઘરગ્થ્યુ સૌંદર્ય પ્રસાધનો પૈસાની બચત કરવાની સાથેસાથે ત્વચાને હાનિ પણ પહોંચાડતા નથી.
એક ચમચો જવના લોટમાં એક ચમચો ચણાનો લોટ,એક ચમચો દહીં તેમજ ગુલાબજળના થોડા ટીપા નાખી પેસ્ટ બનાવવી.ચહેરા તથા શરીરના ખુલ્લા ભાગો પર લગાડી દસ મિનિટ બાદ ધોઇ નાખવું.
અડધો ચમચો જવના લોટમાં ચપટી હળદર અને થોડું તેલ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પરલગાડવી.સુકાઇ જાય પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઇ નાખવો. શુષ્ક ત્વચા માટેનો ઉત્તમ પેક છે.
સરસવ, કેસર, હળદર, ગોખરૂ, મેથી, સૂં તેમજ કપૂરને સપ્રમાણ માત્રામાં ભેળવી લાલ-ચંદન, લવિંગને સરસવ સાથે વાટી પેક તૈયાર કરવો. એક અઠવાડિયા સુધી નિયમિત લગાડવાથી ત્વચા કોમળ બને છે.
ત્વચાની રૂક્ષતાને દૂર કરવા લીંબુના રસમાં જવનો લોટ, ગુલાબજળ અને ગ્લિસરીન ભેળવીને ચહેરા પર લગાડવું.
સામાન્ય ત્વચા માટે બે ચમચા ઘઉંનો લોટ, એકચમચો મલાઇયુક્ત દૂધ, અડધો ચમચો લીંબુનો રસ તથા ચપટી હળદર ભેળવી પેસ્ટ બનાવવી. ચહેરા પર લગાડી સુકાઇ જાય બાદ ધોઇ નાખવું. ત્વચા ચમકીલી થાય છે.
ચારબદામને દૂધમાં રાતના પલાળવી. સવારે તેની છાલ ઉતારી વાટી નાખવી.તેમાં બે ચમચો મલાઇ તથા ગુલાબજળ ભેળવવું અને એક શીશીમાં રાખી દેવું. સ્નાન કરતા પહેલા પૂર્વ શરીર લગાડીને સ્નાન કરવું.આ ત્વચા પરના રોમછિદ્રોને ખોલી નાખે છે. જેથી ત્વચા ચમકીલી થાય છે.
ગાજરને બાફી તેની પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું. ૩૦ મિનીટ બાદ ચહેરો ધોઇ નાખવાથી ત્વચા ચમકીલી અને કોમળ તેમજ સ્વચ્છ થશે.
ગાજરઅને ટામેટાનો રસ ભેળવી રાતના સૂતા પહેલા ચહેરા પર લગાડવું. સવારે હુંફાળા પાણીથી ચહેરો ધોઇ નાખવો. ત્વચા નિખરી ઊઠશેે.
તૈલીય ત્વચાને કાંતિમય કરવા માટે સફરજનની છાલ ઉતારી તેના નાના-નાના ટુકડા કરવા. આ ટુકડાને ચહેરા પર રગડવા.એક કલાક બાદ ચહેરો ધોઇ નાખવો.
૩૦ મિ.લી. જેટલા મધમાં એક નાનો ચમચો ગ્લિસરીન અને જવનો લોટ ભેળવીહાથ-પગમાં લગાડવાથી બરછટ ત્વચા દૂર થાય છે.

