દેશમાં મંદીના અણસાર જોવા મળ્યા, વડાપ્રધાને નાણાં પ્રધાન સાથે બેઠક યોજી

મુખ્ય સમાચાર રાજકીય

દેશમાં ગમે ત્યારે મંદી ફેલાઇ શકે એવા એંધાણ મળતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સાથે એક બેઠક યોજી હતી. હાલ ગ્રાહકો અને વપરાશકારોની માગ વધી રહી છે. એની તુલનાએ મૂડી રોકાણ ઘટી રહ્યું છે. એ જોતાં મંદીના ઓળા અંકાઇ રહ્યા હોવાનું જણાતું હતું. રિઝર્વ બેંકે 2019ના એપ્રિલ-જૂનના ત્રિમાસિક ઇન્ડસ્ટ્રીયલ આઉટલૂકના કરેલા સર્વેમાં 1231 નાનીમોટી મેન્યુફેક્ચરીંગ કંપનીઓ જોડાઇ હતી. એમાં એવી માહિતી મળી હતી કે દેશની સાડા એકત્રીસ કંપનીઓ પોતાને મળનારા ઓર્ડરમાં વધારો થવાની અપેક્ષા રાખે છે પરંતુ વીતેલા દાયકાની તુલનાએ આ અપેક્ષા સૌથી ઓછી જણાઇ હતી. નવાં સાહસો આવતાં નથી. સ્ટેટિક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન મંત્ર્યાલયે જણાવ્યા મુજબ દેશમાં પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપથી ચાલી રહેલા 65 પ્રોજેક્ટ્સમાં 37 પ્રોજેક્ટસ નક્કી કરેલી સમયમર્યાદા કરતાં ખાસ્સા મોડા ચાલી રહ્યા હતા.