J&K: સરકારી ઓફિસ-શાળાઓ ખુલી, ક્ષેત્રવાર લેન્ડલાઈન ટેલિફોન સર્વિસ શરૂ થશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ રાજ્યના પૂનર્ગઠન બાદ ઘાટીમાં સ્થિતી સામાન્ય થઇ રહી છે. આજથી ઘણાં સ્થાનો પર ટેલિફોન, લેન્ડલાઈન સેવા શરૂ થઈ જશે. જ્યારે આગામી અઠવાડિયાથી શાળાઓ શરૂ થવા લાગશે. સોમવારે વાહનવ્યવહાર પણ શરૂ થઈ જશે. રાજ્યના મુખ્ય સચિવ બી.આર.સુબ્રમણ્યમે આજે પ્રેસ કોન્ફરન્સમાં આવા ઘણાં નિર્ણયોની જાણકારી આપી.

તેમણે કહ્યું કે, સરહદપારથી થતા આતંકવાદને જોતા કેન્દ્ર સરકાર તરફથી સાવધાની ભર્યા પગલાં ભર્યાં છે. પ્રદેશમાં સ્થિતી સંપૂર્ણપણે સામાન્ય છે અને હજૂ સુધી કોઈ મોતના સમાચાર નથી અને ના તો કોઈ ઘાયલ થયાંના સમાચાર છે. આવનારા સમયમાં પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવશે.

તેમણે કહ્યું કે, આવનારા દિવસોમાં વધારે છૂટ આપવામાં આવશે. વિકેન્ડ બાદ ક્ષેત્ર પ્રમાણે શાળાઓ ખુલતી જશે. સરકારી કચેરીઓ ખુલી રહી છે અને કર્મચારી પણ પહોંચ્યા છે. આજથી કેટલાક વિસ્તારોમાં ફોન સેવા શરૂ કરી દેવામાં આવી છે અને આવનારા દિવસોમાં તેને ક્ષેત્રવાર શરૂ કરવામાં આવશે.