PM મોદીના સરકારી નિવાસસ્થાને આગ, ફાયર ફાઈટરની 9 ગાડીઓ ઘટનાસ્થળે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સરકારી નિવાસસ્થાન 7 કલ્યાણ માર્ગમાં આગ લાગી છે. ઘટનાસ્થળે ફાયર ફાઈટરની 9 ગાડીઓ પહોંચી ચૂકી છે. સાંજે 7.25 કલાકે આગ લાગી હતી. આગ લાગવાની માહિતી મળતા જ અધિકારીઓ દોડતા થયાં હતા. ન્યૂઝ એજન્સીના સુત્રો પ્રમાણે આ આગ સામાન્ય હતી જેને તરત જ કાબૂમા લઈ લેવામાં આવી હતી.
પ્રાથમિક વિગતો અનુસાર વડાપ્રધાનની સુરક્ષા ઓફિસમાં રાખવામાં આવેલા ઈનવર્ટરમાં આગ લાગી છે. જો કે ફાયર વિભાગ દ્વારા તેના વિશે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. માહિતી મળતા જ ફાયર સ્ટાફ ઘટના સ્થળે આગને કાબૂમાં લેવામાં જોડાયો છે.